શિક્ષણ થકી ટેકનોલોજીનો વિકાસ થયો છે અને આજે ટેકનોલોજી જ શિક્ષણનુ માધ્યમ બન્યું છે અને આ માધ્યમનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી “ડીજીટલ ઈન્ડિયા” ના અભિગમ સાથે જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી,વલસાડ દ્વારા વાલીઓ,વિદ્યાર્થીઓ,શિક્ષકો અને સંસ્થાઓને વેબસાઈટની એક અનોખી ભેટ આપી છે એમની આ પહેલ સરાહનીય છે.આ વેબસાઈટના E-Run સોફટવેરના માધ્યમથી વહીવટી કાર્યની સરળતા રહેશે.આ સિવાય નૂતન પ્રયોગો, બ્લોગ,પરિપત્રો,ફોટોગેલેરી,સેમિનાર,કાર્યશિબીર, શિક્ષણ જગતની વિકાસ યાત્રા સાથે સંકળાયેલા સમાચારો જેવા વિવિધ એકમોનો સમાવેશ કરવામા આવ્યો છે,જે શિક્ષણ વિભાગને ખુબ જ ઉપયોગી નીવડશે.આ વેબસાઈટના શુભારંભ પ્રસંગે મારી હાર્દિક શુભેચ્છાઓ.
|